Latest Notification


About Shiksha Sansktriti Utthan Nyas

Shiksha Sansktriti Utthan Nyas was established on 2nd July, 2004 with a noble aim to inculcate value based education in society. The major objective of SSUN is the integrated growth of the country grounded on value education system considering our Culture, Beliefs and Ethos. To bring the teaching community together Shiksha Sanskriti Utthan Nyas is also publishing a bia-monthly magazine “SHIKSHA UTTHAN”. The SSUN firmly believes that “To Change the Nation, It is necessary to Change Education System.”
To fulfil objectives, SSUN is knocking its efforts in the following areas.

1.Inclusive Personality Development
2. Value Based Education
3. Environment Education
4. Vedic Mathematics / Science
5. Education through Regional Languages
6. Teachers Education
7. Autonomy of Education

From Desk of VC










મહોદય શ્રી,

આપણે એક ભવ્ય વિરાસત વાળા, અત્યંત પ્રાચીન સંસ્કૃતિ વાળા, પ્રાચીનકાળમા ધનાઢ્યતમ, સહુથી વધુ બુદ્ધિ ધનવાળા અને ખુબજ વિકસિત સમાજ વ્યવસ્થાવાળા દેશના નાગરીકો છીએ. જ્યારે વિશ્વમા શિક્ષા પદ્ધતિ વિશે અન્ય દેશો ને ઓછો ખ્યાલ હતો ત્યારે ભારત વર્ષની ગુરુકુળ વ્યવસ્થા અત્યંત સમૃદ્ધશાળી અને દેશની ભવ્ય વિરાસતને પ્રતિબિંબિત કરતી શિક્ષા વ્યવસ્થા હતી. કહેવાય છે કે, વિશ્વનું પ્રથમ આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય તક્ષશીલા હતું ત્યાર બાદ નાલંદા, વલભીપુર વગેરેની ચર્ચા હમેશા રહી છે. વર્તમાન સમયમાં વિદેશીઓના આક્રમણના કારણે દેશની સંપત્તિ ખુબ લુંટાઇ. વિદેશીઓના સેંકડો વરસના ભારત પર રાજ કરવાના કારણે ભારતનુ સામાજિક માળખુ છિન્ન્ન ભિન્ન થયુ. ભારતની પ્રાચીનકાળની અત્યંત વિકસિત સમાજ્વ્યવસ્થા અને શિક્ષા વ્યવસ્થા ધ્વસ્ત થઇ. પરંતુ પ્રાચીનકાળની અત્યંત સમૃદ્ધ સમાજ વ્યવસ્થા તથા શિક્ષાવ્યવસ્થાના લીધે, ભારતની લોક્શાહી, પ્રજાની વિચક્ષણ સમજ, સુઝબુઝ વગેરેના લીધે ભારત અક્ષુંણ રહી શક્યુ છે. ભારતની પૌરાણિક વાર્તાઓમા આજે વિશ્વમા જે કૌશલ્યની માંગ છે તે સર્જનશીલતા, નવવિચાર, જટિલ વિચાર, નિર્ણાયક ભુમિકા, અને જટીલતા ને સમજવાની ક્ષમતા, આ બધાના જીવતા ઉદાહરણ છે. આજે જે ક્રીએટીવીટી, ઇનોવેશન વગેરેની વાત વિશ્વ કરી રહ્યુ છે તે ભારતમા હજારો વર્ષોથી ગુરુકુળ વ્યવસ્થામા બાળકોને શીખવવામા આવતું હતુ. એવી તો ઘણી બાબતો છે કે જેમા પ્રાચીન ભારત વિશ્વમા શિરમોર હતુ. સેંકડો વર્ષોના વિદેશી રાજ પછી આજે ભારત દુનિયામા સહુથી વધુ સોનુ ધરાવતો દેશ છે.

મિત્રો, આજે સમય છે કે ભારતની પ્રાચીન ભવ્યતા, શિક્ષાવ્યવસ્થા, સામાજિક માળખુ તથા રહેણીકરણી વગેરે પુનઃસ્થાપિત કરીએ. શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ એ ભારતીય સંસ્કૃતિ, શિક્ષા, રહેણી કરણી વગેરેને પુન:સ્થાપિત કરવા માટે કાર્યરત એક રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે. સમગ્ર દેશમા ઘણી બધી સંસ્થાઓ આ પ્રાચીન મુલ્યો જાળવી રાખવા રાખવા માટે કાર્યરત છે. દેશમાં કેટલાક ખુબ જાણીતા અને કેટલાક અજાણ્યા લોકો સંસ્કૃતિનું જતન કરવાના ભગીરથ કાર્યમા કાર્યરત છે. આવી સંસ્થાઓ, વ્યક્તિઓ અને સંગઠનોને એક જ મંચ પર એકત્રિત કરવાના ઉદ્દેશ્યથી શિક્ષક પ્રશિક્ષણમાં અગ્રણી ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશન અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ બંને સાથે મળીને આગામી ૧૫, ૧૬ ડીસેમ્બર 2018ના દિવસોમા આઇ.આઇ.ટી.ઈ ના કેમ્પસ ખાતે જ્ઞાનોત્સવ 2018 નામનો કાર્યક્ર્મ આયોજિત કરવામા આવ્યો છે. આ કાર્યક્ર્મમા શિક્ષા વ્યવસ્થામાં ભારતીય તત્વ, મુલ્યો, તર્ક, ખુશ્બુ, સ્વાદ, વિચાર, કલાને સંજોવવા માટે જે પ્રયોગો, જુગાડ, નવવિચાર, સર્જનશીલતા, કૌશલ્ય સાથે કામ કરી રહ્યા છે તે તમામ શાળાઓ, સંસ્થાઓ, સંગઠનો મોટી સંખ્યામા આવવાના છે. આ અવસર પર શાળાઓ દ્વારા પ્રદર્શની, વિદ્યાર્થીઓ દ્વારા વિભિન્ન કલાઓનુ નિદર્શન વગેરે સતત ચાલતુ રહેશે. તે ઉપરાંત આપના માટે વિષયની પકડ ધરાવનાર તજજ્ઞો દ્વારા વ્યાખ્યાન પણ ગોઠવવામા આવી રહ્યા છે.

1. આપ જો શાળાના સંચાલક હોવ તો આપને વિનંતિ કે આપની ટીમ આવા કોઇ કાર્યમા લિપ્ત હોય તો ભાગ લેવા માટે મોક્લો. કાર્યક્રમમાં ભાગ લેવા iite.ac.in પર વિઝીટ કરો. આપ સ્વયં અમારા મેનેજમેંટના દિગ્ગ્જો માટે આયોજિત કરાયેલા વ્યખ્યાનોમા ભાગ લેવા પધારો.

2. આપની શાળા અમારી પ્રદર્શનીમા ભાગ લે કે ન લે પરંતુ આપ આપના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રદર્શન નિહાળવા અવશ્ય પધારો તેવી આપને વિનંતિ કરવામા આવે છે. પ્રદર્શનનુ સ્થળ : ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશન, ખ રોડ, સેક્ટર – ૧૫, ગાંધીનગર, ગુજરાત.

પ્રો. શશીરંજન યાદવ
કુલપતિ